પાણી માટે વલખા મારતું વેરાવળનું ભાલપરા ગામ, યુવાનનું અનોખું સેવાકાર્ય

વેરાવળ શહેર તેમજ આસપાસના ગામોને વિનામૂલ્યે પીવાનું પાણી મળી રહે તે માટે જાગૃત અને સેવાભાવી યુવાને વહીવટી તંત્રને રજુઆત કરી છે.

New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર તેમજ આસપાસના ગામોને વિનામૂલ્યે પીવાનું પાણી મળી રહે તે માટે જાગૃત અને સેવાભાવી યુવાને વહીવટી તંત્રને રજુઆત કરી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામના સેવાભાવી યુવાને પોતાની માલિકીના કૂવામાંથી શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને વિનામૂલ્યે પીવાનું પાણી આપવા માટે વહીવટી તંત્રને લેખિતમાં જણાવ્યું હતું કે, હાલ પડી રહેલી કાળઝાર ગરમીમાં ગીર સોમનાથના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યાઓ છે, ત્યારે વેરાવળ અને તેની આસપાસના ગામોને પૂરતું પાણી મળી રહે તે માટે તેમની માલિકીના કુવામાંથી વિનામુલ્યે શહેરીજનોને પાણી આપવા માટે તૈયારી દર્શાવી હતી.
આ વર્ષે ઉનાળામાં 42થી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે, લોકોને પાણી માટે આમતેમ વલખા મારવા પડી રહ્યા છે. અનેક લોકો ઊંચા ભાવે પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે, ત્યારે ભાલપરા ગામના યુવાન ભગવાન સોલંકીએ પોતાના કૂવામાંથી વિનામુલ્યે શહેરીજનોને પાણી આપવાની પહેલ કરી છે. લોકોએ પણ ભગવાન સોલંકીની પહેલને ખૂબ જ બિરદાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન સોલંકી સેવાભાવિ ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ ધરાવે છે.
Latest Stories