ગીરસોમનાથ વેરાવળના યુવકોને ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ભારે પડ્યા

ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને સિંહ દર્શનનો ઇરાદો ભારે પડ્યો હતો વન વિભાગે ત્રણેય ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

author-image
By Connect Gujarat Desk
ગેરકાયદેસર સિંહ દર્શન
New Update

વેરાવળ નજીકના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશેલા ત્રણ યુવકોને સિંહ દર્શનનો ઇરાદો ભારે પડ્યો હતો વન વિભાગે ત્રણેય ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વેરાવળ નજીકના પંડવા મંડોર વિડી વિસ્તાર કે જે પ્રતિબંધિત જંગલ વિસ્તાર છે. 

આ જંગલ વિસ્તારમાં તારીખ 21ની રાત્રિના અમુક ઈસમો ગેરકાયદેસર સિંહ દર્શનના ઇરાદે પ્રવેશ કર્યા હતા અને જેની જાણ પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગના સ્ટાફને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં વન વિભાગની ટીમને જોઈ ત્રણે ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા

.વન વિભાગ દ્વારા ઘટના સ્થળેથી આ યુવકોની ત્રણ બાઈક કબજે લેવામાં આવી હતી અને બાદમાં સિંહ દર્શનના ઇરાદે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશેલા આ ત્રણેય ઈસમો વેરાવળ વન વિભાગ સમક્ષ હાજર થતા ત્રણેય વેરાવળના બહાર કોટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ કાકાસીયા અબદુલાહ અંજુમ ઉં.વ 21, કાપડિયા અંબાર સોયબ ઉં.વ 17, અને પંજા અબ્દુલ્લા આરીફ ઉં.વ 17 હોવાનું સામે આવ્યું હતું.

#ગીર સોમનાથ #વેરાવળ #ગેરકાયદેસર સિંહ દર્શન #સિંહ દર્શન
Here are a few more articles:
Read the Next Article