Connect Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પરથી ઈ- સિગારેટ પીતી યુવતી પકડાઈ, પોલીસે ગુનો દાખલ કર્યો

હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનો ઇ સિગારેટ તરફ વળ્યા

અમદાવાદ એરપોર્ટ પરથી ઈ- સિગારેટ પીતી યુવતી પકડાઈ, પોલીસે ગુનો દાખલ કર્યો
X

છેલ્લા કેટલાક સમયથી યુવા વર્ગમાં ખાસ કરીને ઈ-સિગારેટ નું ચલણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનો ઇ સિગારેટ તરફ વળ્યા છે. તાજેતર માં પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરીને ઈ-સિગારેટ નો મોટો જથ્થો પણ કબજે કર્યો હતો અને અસરકારક કાર્યવાહી પણ કરી હતી.

અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર સી.આઈ.એસ.એફ ના અધિકારીઓ ફરજ પર હતા. ત્યારે એક સબ ઇન્સ્પેકટર તેઓની ડ્યુટી પર હતા. ત્યારે પેસેન્જરની બોડી સ્કેનિંગ અને ચેકીંગ કરવાનું કામ તેઓ કરી રહ્યા હતા. ત્યારે એક યુવતી ત્યાં આવતા તેને ચેક કરવામાં આવી હતી. જે યુવતીઓના સૂઝ માંથી કંઈક પ્રતિબંધિત વસ્તુ હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરવા તેના સૂઝ માં ઇ સિગારેટ મળી આવી હતી. બ્લ્યુબેરી, રાસબરી, ગ્રેપ આઇસ ફ્લેવર ની આ ઇ સિગારેટ વેપ મળી આવતા યુપી ની રશીમ નામની 25 વર્ષીય યુવતીની વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી. આ ઇ સિગારેટ વેપ બાબતે પૂછતાં તેણે કહ્યું કે પંચવટી ખાતે એક પાન પાર્લર પરથી તે રૂ.1500 માં લાવી હતી. જેથી આ યુવતીને એરપોર્ટ પોલીસના હવાલે કરાઈ હતી. એરપોર્ટ પોલીસ યુવતી સામે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 ની સેક્શન 7 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Next Story