Connect Gujarat
ગુજરાત

ગોધરા LCBએ ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવી પાડનાર 3 લોકોની કરી ધરપકડ

ગોધરા LCBએ ખોટા દસ્તાવેજ કરી જમીન પચાવી પાડનાર 3 લોકોની કરી ધરપકડ
X

અમીતકુમાર ચંદુભાઈ ડામોર, સબ રજીસ્ટ્રાર ગોધરા પંચમહાલ રહે.ફ્લેટ નંબર,A /206 દ્વારકાપુરી સોસાયટી મોડાસા જી.અરવલ્લી નાઓએ મોજે સબ રજીસ્ટાર કચેરી ગોધરા ખાતે તા.૨૯/૦૫/૨૦૧૯ ના કલાક ૧૦/૩૦ થી ૧૮/૧૦ ના સમયગાળા દરમ્યાન આ કામના આરોપીઓ (૧) શ્રીપતરાવ દત્તાત્રયરાવ મજમુદાર, સરનામુ: રસુલાબાદ તા.વાઘોડીયા જિ.વડોદરા (૨) અસલમભાઇ અબ્દુલ સતાર જરગાલ (જમીન દલાલ રહે.ઘન્તયા પ્લોટ સાતપુલ રોડ મહંમદી મસ્જીદની બાજુમાં ગોધરા (૩) નરેનભાઈ પ્રકાશભાઇ ભટ્ટ રહે.મકાન નં.૩૮ બી એશીયાર્ડ નગર મુ.કજરી તા.હાલોલ જી.પંચમહાલ (૪) વકિલ મનીશ પંચાલ રહે.મકાન નં.૩૪૦/૧ વૈકુઠ -૨ ખોડીયાર નગર નજીક હરણી કોલોની ન્યુ વી.આઇ.પી.રોડ મુ.તા. જી. વડોદરા(૫) યાયમન સાદીક સુલેમાન રહે.વેજલપુર રોડ,મોહમદી મસ્જીદ પાસે, મોહમદી સોસાયટી, ગોધરા (૬) દાવલા નિસાર એહમદ ફીરોજ રહે.વેજલપુર રોડ,સીગ્નલ ફળીયા, ગોધરા (૭) હયાત ઈરફાન બિલાલ રહે.ઇદગાહ મહોલ્લા, ગોંદ્રા, ગોધરા (૮) કલંદર અબ્દુલ રઝઝાક એહમદ સઈદ રહે.વેજલપુર રોડ,મોહમદી મસ્જીદ પાસે,મોહમદી સોસાયટી, ગોધરા (૯) હયાત સલીમ યાકુબભાઇ રહે.ઇદગાહ મહોલ્લા ગોઘરા ( દસ્તાવેજ ના સાક્ષી) (૧૦) હયાત કાસીમ અબ્દુલ્લા રહે. ઇદગાહ મહોલ્લા ગોધરા ( દસ્તાવેજ ના સાક્ષી) નાઓએ શ્રીપતરાવ દત્તાત્રેય મજમુદાર નાઓની જમીન ગોધરા કસ્બામાં આવેલ રે.સ.નં.૫૧૪ તથા રે.સ.નં.૫૧૫ બીન વસીયતવાળી હોય અને જમીન માલીક શ્રીપતરાવ દત્તાત્રેય મજમુદાર મરણ ગયેલ હોય જે જાણવા છતાં તે જમીન પચાવી પાડવાના આશયથી પુર્વ આયોજીત કાવતરું રચી જમીન માલીકના નામથી જ ખોટો માણસ ઉભો કરી રાજ્ય સેવકને ખોટી માહિતી આપી જમીનનો ખોટો દસ્તાવેજ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણ કરી ગુન્હો કર્યા વિ. બાબતની ફરીયાદ તા. ૪/૦૮/૨૦૨૩ ના રોજ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જેની તપાસ શ્રી એન.એલ.દેસાઇ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા નાઓને સોપવામાં આવેલ. પંચમહાલ ગોધરા રેન્જ નાચબો પોલીસ મહાનિરીક્ષકશ્રી શ્રી આર.વી.અસારી સાહેબશ્રી નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ અત્રેના જિલ્લામાં નોધાયેલ જમીનગોધરા કસ્બાના રેવન્યુ સર્વે નંબર 514 તેમજ રેવન્યુ સર્વે નં.515 બીન વસીયતવાળી જમીનના દસ્તાવેજ આરોપીઓએ જમીન પચાવી પાડવાના આશયથી પુર્વ આયોજીત કાવતરૂ રચી જમીન માલીકના નામથી ખોટો માણસ ઉભો કરી રાજય સેવકને ખોટી માહીતી આપી જમીનનો ખોટો દસ્તાવેજ કરી સાચા તરીકે ઉપયોગ કરી વેચાણ કરતા ઇસમોને પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કૌભાંડના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એલ.દેસાઇ એલ.સી.બી. ગોઘરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને જમીન કૌભાંડના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ.

જે સુચના આધારે આરોપીઓ

(૧) નરેન પ્રકાશભાઇ ભટ્ટ રહે.મકાન નં.૩૮ બી એશીયાર્ડ નગર મુ.કજરી તા.હાલોલ જી.પંચમહાલ (ર) નિસારએહમદ ફીરોજ દાવલા રહે. રેલ્વે સ્ટેશન સામે, સીગ્નલ ફળીયા રોડ,ઘાસ ગોડાઉનની બાજુમાં ગોધરા તા. ગોધરા જી. પંચમહાલ (૩) અસલમ અબ્દુલસત્તાર જરગાલ રહે. ધંત્યા પ્લોટ, હમીરપુર રોડ,મહમદી મસ્જીદની સામેની ગલીમાં ગોધરા તા. ગોધરા જી.પંચમહાલ નાઓને તા.૫/૦૮/૨૦૨૩ ક. ૧૨/૧૫ વાગે અટક કરવામાં આવેલ અને જેઓને નામદાર કોર્ટમાં મુદત હરોળ રજુ કરી જેઓના પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે આરોપીઓના તા. ૧૩/૦૮/૨૦૨૩ ૬, ૧૧/૦૦ વાગ્યા સુધીના મંજુર કરેલ છે. અને આ કામની તપાસમાં પુરાવાઓ એકત્ર કરવાની તથા ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા અંગેની તપાસ તજવીજ ચાલુ છે.

Next Story