Connect Gujarat
ગુજરાત

Gujarat Election 2022 : ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી થઈ જાહેર

ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ

Gujarat Election 2022  : ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી થઈ જાહેર
X

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે.


અંજારથી રમેશભાઈ ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. ડિસા બેઠક પરથી સંજય ગોવાભાઈ રબારીને ટિકિટ આપી છે. ગાંધીનગર સાઉથથી ડૉ હિમાંશુ વી પટેલને ટિકિટ આપી છે. ઘાટલોડિયા બેઠક પરથી અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. એલિસબ્રિજ પરથી ભિખુ દવેને ટિકિટ અપાઈ છે. અમરાઈવાડીથી ધર્મેંદ્ર શાંતિલાલ પટેલ, દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ અપાઈ છે.

રાજકોટ સાઉથથી હિતેશભાઈ એમ વોરા, રાજકોટ ગ્રામ્ય બેઠક પર સુરેશ બથવારને ટિકિટ આપવામાં આવી છે. જસદણ બેઠક પરથી ભોળાભાઈ ગોહીલને ટિકિટ આપી છે.

જામનગર નોર્થ બેઠક પરથી બિપેંદ્રસિંહ ચતુરસિંહ જાડેજા, પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે. કુતિયાણા બેઠક પરથી નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા, માણાવદર બેઠક પરથી અરવિંદભાઈ ઝીણાભાઈ લાડાણી, મહુવા બેઠક પરથી કનુભાઈ કળસરીયાને ટિકિટ આપવામાં આવી છે. નડિયાદ બેઠક પરથી ધ્રૃવલ સાધુભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

મોરવાહડફ બેઠક પરથી સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટ, ફતેપુરા બેઠક પરથી રુધુભાઈ દિતાભાઈ માચર, ઝાલોદ ડૉ મિતેશ કે ગરાશિયા, લિમખેડા બેઠક પરથી રમેશ કુમાર ગુંદિયાને ટિકિટ અપાઈ છે.

Next Story