Connect Gujarat
ગુજરાત

લગ્નપ્રસંગ ઘરે છે તો ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાણી લો...

નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. અન્ય નિયંત્રણોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

લગ્નપ્રસંગ ઘરે છે તો ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાણી લો...
X

લગ્ન પ્રસંગમાં 400 લોકો માટે મંજૂરી આપી છે. હોટેલ-રેસ્ટોરંટ ઉઘ્યોગને 75 ટકા બેઠક વ્યવસ્થા સાથે છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.રેસ્ટોરન્ટ 75% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામા આવ્યો છે.

લગ્ન પ્રસંગ:-

ખુલ્લામાં મહત્તમ 400 લોકો, પરંતુ બંધ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 લોકો) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.

વેપાર-ધંધા:-

દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર સહિતને વ્યાપારિક ગતિવિધિ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે...

રાત્રી કર્ફ્યું:-

અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,

ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડીયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

હોટેલ-રેસ્ટોરેન્ટ્સ:-

75 ટકાની બેઠક ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી સેવાઓ 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

કાર્યક્રમો:-

રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકાશે..

Next Story