Connect Gujarat
શિક્ષણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતીમાં જગ્યાનો કર્યો વધારો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતીમાં જગ્યાનો કર્યો વધારો
X

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતીમાં જગ્યાનો વધારો કર્યો છે. કુલ 352 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે.

ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યાનો વધારો કરાયો છે. અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યાઓ વધારવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે 5202ના બદલે 5554 જગ્યા ઉપર ભરતી કરશે. ફી ભરવાની સમય મર્યાદા 2 દિવસ વધારવામાં આવી છે. ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો 6 અને 7 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફી ભરી શકશે.

ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે ભરતી યોજાશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફી ભરવાની મુદ્દત લંબાવવા બાબતે પત્રમાં લખવામાં આવ્યું છે કે, જાહેરાત અંતર્ગત ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની તારીખ: ૦૨.૦૨.૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધી નિયત કરવામાં આવેલ હતી. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની તારીખ પુર્ણ થયા બાદ પણ ઘણાં ઉમેદવારોએ નિયત પરીક્ષા ફી ભરી શક્યા નથી તેવું મંડળને ધ્યાને આવેલ છે. ઉપરાંત ટેકનીકલ કારણોસર ઉમેદવારો ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકેલ ન હોવા અંગેપણ ઘણાં ઉમેદવારોની રજુઆતો મંડળને મળેલ છે.

Next Story