Connect Gujarat
ગુજરાત

ગુજરાતીઓની દિવાળી સુધરી ગઈ..!ગૃહમંત્રી હર્ષ સંઘવીની દિવાળીને લઈ મોટી જાહેરાત

X

દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. તહેવારના દિવાસોમાં લોકો મોજ માણવા માટે બાઈકમાં ત્રણ કે ચારની સવારી પણ કરતા હોય છે. આમ, તો સામાન્ય દિવસોમાં ટ્રાફિકના નિયમો તોડનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે છે અને સાથે દંડ પણ કરવામાં આવતો હોય છે. ઓનલાઈનના કારણે હવે તો મેમો ઘરે આવી જતો હોય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે દિવાળીના તહેવાર દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનાર પાસેથી દંડ વસુલ કરવામાં નહી આવે. તારીખ 27 ઓક્ટોબર સુધી નિયમો તોડનાર પાસેથી કોઈ દંડ વસુલવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. દિવાળીના તહેલારોમાં ટ્રાફિક નિયમો તોડનારને દંડ નહીં ભરવો પડે. આ દિવસો દરમિયાન તમારાથી જો ટ્રાફિકના નિયમ ભંગ થઈ જાય છે તો દિવાળીના તહેવારમાં દંડ વસૂલવામાં નહી આવે. જાહેરાત પ્રમાણે 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ દંડ નહીં વસુલવામાં આવે પરંતું નિયમ તોડવા પર પોલીસ લોકોને સમજાવામાં આવશે અને ફુલ આપી તેમને તેમની જવાબદારીનું ભાન કરાવામાં આવશે.

Next Story