Connect Gujarat
ગુજરાત

હાલોલ: સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂના જથ્થા સાથે 12.45 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

હાલોલ: સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂના જથ્થા સાથે 12.45 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
X

હાલોલના સ્ટેશનરોડ વિસ્તારમાંથી દારૂ પકડી પાડવામાં આવ્યા બાદ આજે વધુ એક રેઇડમાં 9 લાખ 46 હજારની કિંમતના વિસ્કી તેમજ બિયરના ટીનની પેટીઓ ભરેલી બંધ બોડીની પિકઅપ સાથે કુંપાડીયાના કુખ્યાત બુટલેગર ભરત ગોહિલના પિતરાઈભાઈ નિલેશ ગોહિલને વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો છે.હાલોલ શહેરમાં બિન્દાસ બની વિદેશી દારૂનું વેચાણ તેમજ કટિંગ કરતા બુટલેગરોને જોતા હાલોલ ટાઉનને પણ ગાંધીનગર શહેર જેવી વિશેષ છૂટછાટ સરકારે આપી દીધી હોય તેવું લાગી રહ્યું હતું. તેવામાં સ્ટેટ વિજિલન્સની ટીમે ત્રણ દિવસમાં ઉપરાછાપરી બે છાપા મારી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડી હાલોલ ટાઉન પોલીસના નાક નીચે ખુલ્લેઆમ ચાલતી પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ ઉઘાડી પાડી દીધી છે.

મંગળવારે હાલોલના સ્ટેશનરોડ ઉપર સોનવાડી વિસ્તારના મહિલા બુટલેગર તેમજ તેના પુત્રના બે અલગ અલગ સ્થળો ઉપર રેઇડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં ચાંચડિયાના કુખ્યાત બુટલેગર હિતેશ રાઠોડ ઉર્ફે જાડો તેમજ ચાર વર્ષ પહેલાં અહીં મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતો અને આજે વિદેશી દારૂનું કટિંગ કરતો કિંગ બુટલેગર બની ગયેલો પાવાગઢ રોડ ઉપરના મોંઘાવાડાનો મોહસીન શેખ સહિત 6 વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો હતો.આજે હાલોલ બાયપાસ રોડ ઉપરથી નંબર પ્લેટો બદલી વિદેશી દારૂનું કંસાઈનમેન્ટ લઈ હાલોલમાં પ્રવેશેલી બોલેરો પિકઅપ અને તેમાં રહેલો વિદેશી દારૂ વેચાણ કરવા સ્કૂટર લઈ ઉભેલા કુંપાડીયા ગામના નિલેશ જશવંતભાઈ ગોહિલને સ્કુટર સાથે સ્ટેસ્ટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમ્યાન પિકઅપમાંથી 246 પેટી ભારતીય બનાવતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં 7,104 નંગ પ્લાસ્ટિકના બે અલગ અલગ બ્રાન્ડના ક્વાર્ટરિયા તેમજ 2,353 નંગ બિયરના ટીન મળી 9 લાખ 45 હજાર જેટલી કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

વિજિલન્સની ટીમે નિલેશ ગોહિલની અટક કરી પકડાયેલી દારૂ ભરેલી ગાડીને ટોઇંગ કરી હાલોલ ટાઉન પોલોસ મથકે લાવવામાં આવી હતી. દારૂ અને 03 લાખ જેટલી કિંમતના બે વાહનો સાથે smcએ 12 લાખ 45 હજાર જેટલો મુદ્દમાલ જપ્ત કર્યો છે. દારૂના જથ્થા સાથે ઝાડપાયેલો ઈસમ નિલેશ કુંપાડીયા ગામે વર્ષોથી વિદેશી દારૂનું કટિંગ કરતા બુટલેગર ભરત ગોહિલનો કાકાનો દીકરો હોવાનું તેને જણાવ્યું હતું. કંસાઈનમેન્ટ હાલોલમાં પ્રવેશતા જ ઝડપાઇ ગયું હતું. જેને હાલોલ બાયપાસ ઉપર જ કટિંગ કરવામાં આવનાર હોવાનું ઝડપાયેલા નિલેશ ગિહિલના મોબાઇલ ઉપર સતત આવતા નાના બુટલેગરોના ઓર્ડરો જોતા વિજિલન્સના અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા હતા.આ કંસાઈનમેન્ટ કોના દ્વારા મંગાવવામાં આવ્યું હતું અને હાલોલ શહેરમાં વિદેશી દારૂ વેંચતા નાના નાના ક્યાં બુટલેગરો સુધી આ જથ્થો પહોંચવાનો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે હાલોલ શહેર પોલીસના નાક નીચે ધમધમતી પ્રતિબંધિત વિદેશી દારૂની પ્રવૃત્તિઓ સ્ટેટ મોનીટરીંગ સેલે ઉઘાડી પાડી દીધી છે.

Next Story