સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી

સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી
New Update

સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસશે. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

પંચમહાલ,દાહોદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમનાથ,અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

#India #ConnectGujarat #Meteorological Department #South Gujarat #heavy rains #Saurashtra
Here are a few more articles:
Read the Next Article