New Update
/connect-gujarat/media/post_banners/031d2c75531eac939699270c0ac14363c32a6cca646be13fec35b611bbe73f61.webp)
ચોમાસાની આ ઋતુમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેચાતા રાજ્યના ખેડૂતોની ચિંતા વધી છે. જોકે ખેડૂતોની ચિંતા ઘટે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ, આગામી 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે.
અંબાલાલ પટેલના કહેવા મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત સહિત કચ્છના ભાગોમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ , સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ૪ થી ૬ ઈંચ તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એક થી બે ઇંચ વરસાદ વરસી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થવાની શક્યતા છે.
Latest Stories