આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી

આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી
New Update

દેશભરમાં ચોમાસાનું વાતાવરણ છે. રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ યથાવત છે. મંગળવારે પણ દિલ્હી-NCRમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દિલ્હીમાં આગામી છથી સાત દિવસ આકાશ વાદળછાયું રહી શકે છે અને વચ્ચે-વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને ઉત્તર મહારાષ્ટ્રમાં 6 જુલાઈ સુધી અને ગુજરાતમાં 8 જુલાઈ સુધી વરસાદની તીવ્ર સ્પેલ ચાલુ રહેવાની શક્યતા છે.

સેન્ટ્રલ વેધર ફોરકાસ્ટિંગ એજન્સીએ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 8 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD એ નવીનતમ હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

#Gujarat #ConnectGujarat #Horocope
Here are a few more articles:
Read the Next Article