રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી આગાહી

New Update
રાજ્યમાં મેઘરાજાનો વિરામ,7 દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત !

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગાણી 24 કલાક ચાર જિલ્લા માટે હજુ પણ ભારે રહેશે. રાજ્યના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. વડોદરા, ભરૂચ, સુરત, આણંદ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories