લગભગ 150 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનની સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ સાથે જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, તેની અસરને કારણે 14 થી 16 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે.
ચક્રવાતી તોફાન બિપરજોય હવે દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોયની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 15 જૂને બાયપરજોયની નોંધપાત્ર અસર જોવા મળશે. સાવચેતીના ભાગરૂપે રેલવેએ 95 ટ્રેનો રદ કરી છે. પશ્ચિમ રેલવેનું કહેવું છે કે, આ ટ્રેનો 15 જૂન સુધી રદ રહેશે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.