રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, તાપમાનનો પારો ગગડતા ઠંડીનું વધશે જોર

New Update
રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, તાપમાનનો પારો ગગડતા ઠંડીનું વધશે જોર

રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન સુકુ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન પણ છે. બે દિવસ બાદ હવામાન સુકુ રહી શકે છે. ઉતર પશ્ચિમ ગુજરાત દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા ખૂબજ હળવા વરસાદની શકયતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, તાપી, નર્મદામાં પણ હળવા વરસાદની શક્યતા છે.

હાલ પવનની દિશા બદલાઇ રહી છે, કેટલાક પવન બંગાળથી આવી રહયાં છે. ઉપરાંત રાજસ્થાન દક્ષિણ પૂર્વ પર એક હવાનું દબાણ બની રહ્યું છે. જેના કારણે પણ ગુજરાતમા વાદળછાયું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ઠંડીની વાત કરીએ તો બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડતા આંશિક ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં હાલ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે. જે આગીમી 2 દિવસ બાદ 16 સુધી ગગડવાની શક્યતા છે.

Latest Stories