New Update
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક 300થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આજે ફરી છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં કોરોનાના નવા 327 કેસ સામે આવ્યા છે. જો કે, આજે 1 દર્દીનું મોત પણ થયું છે.
સૌથી વધુ 98 કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 17 અને વડોદરા જિલ્લામાં 60 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં 24, મોરબી, વલસાડ જિલ્લામાં 12-12 અને પાટણ જિલ્લામાં 7 કોરોનાના કેસ નોંધાયા છે.