/connect-gujarat/media/post_banners/a9a97ca12cbf27cdc18b157a7f292a13385ad70f17ed1f8d18ef8583d64f2449.webp)
રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 338 કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2310 પર પહોંચ્યો છે જ્યારે 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે સુરતમાં કોરોનાના કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 37, રાજકોટમાં 44 અને વડોદરામાં 28 કેસ નોંધાય છે.
તો બીજી તરફ 274 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,68,737 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા પર પહોંચ્યો છે.