રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 372 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 2294 પર પહોંચ્યો
BY Connect Gujarat Desk1 April 2023 3:33 PM GMT

X
Connect Gujarat Desk1 April 2023 3:33 PM GMT
રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 372 કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2294 પર પહોંચ્યો છે જ્યારે 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે. કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં 125 કેસ નોંધાયા છે. મહેસાણામાં 27 કેસ, મોરબીમાં 29 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા અને ભરુચમાં 14-14 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 35 કેસ, વડોદરામાં 34 કેસ મોરબીમાં 29 કેસ, મહેસાણામાં 27 કેસ નોંધાયા છે. રાજકોટમાં 19 કેસ, ભરૂચમાં 14 બનાસકાંઠામાં 14 કેસ, અમરેલીમાં 8 કેસ નોંધાયા છે.
Next Story