/connect-gujarat/media/post_banners/e627e4d2b5c24c4931816c632277e281cf94234cc0cc05310b04727e484c73f5.webp)
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ગઈકાલ કરતાં આજે સામાન્ય વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 858 નવા કેસ નોંધાયા છે અને 18 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.76 ટકા છે. દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે, જે ચિંતાની વાત છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 48 હજાર 27 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 62 હજાર 664 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 355 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 216 કરોડ 70 લાખ 14 હજાર 127 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13 લાખ 59 હજાર 361 ડોઝ અપાયા હતા.