Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા, 2 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા, 2 લોકોના મોત
X

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા હતા. આ સાથે જ લાંબા સમય બાદ કુલ 2 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 219 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં એક મોત થયું છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1529 પહોંચ્યો હતો. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 219 કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ શહેરમાં 19,સુરત શહેરમાં 25, મોરબીમાં 18, અમરેલી 15, મહેસાણા 12 કેસ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા છે. જેની સામે 162 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.02 ટકા નોંધાયો છે. તેમજ આજે 162 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1529 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 162 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 543 લોકોને રસી અપાઈ છે.

Next Story