Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા
X

ગુજરાતના કોરોનાના કેસમાં વધારો થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 84 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક વધીને 100 પર પહોંચ્યો છે. નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા હતા. તો અમરેલી અને રાજકોટમાં બે-બે કેસ નોંધાયા હતા. જ્યારે બોટાદ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ મહિને જ 49 એક્ટિવ કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં 36 અને ફેબ્રુઆરીમાં 24 એક્ટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 3 દિવસમાં જ પોઝિટિવ કેસ 10ની ઉપર નોંધાયા છે.જેમાં સૌથી વધારે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. જોધપુર, સેટેલાઈટ, થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાપુર, વાસણા, પાલડી વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદમાં સાત દિવસમાં કોરોનાના 46 કેસ નોંધાતા પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. નવા નોંધાયેલા કેસમાં 13 કેસ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.

Next Story