ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત, સેન્સેક્સ ઘટીને 63100 આસપાસ ખુલ્યો

New Update
ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત, સેન્સેક્સ ઘટીને 63100 આસપાસ ખુલ્યો

વૈશ્વિક બજારોના દબાણ વચ્ચે સ્થાનિક શેરબજારે ગુરુવારે લગભગ સપાટ શરૂઆત કરી હતી. જ્યારે બજાર ખુલ્યું ત્યારે બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લગભગ સ્થિર રહ્યા હતા. આજના કારોબારમાં સ્થાનિક બજારમાં નરમાઈની શક્યતા છે.

સેન્સેક્સ 99.29 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 63,129.22 પર અને નિફ્ટી 17.10 પોઈન્ટ અથવા 0.09% ઘટીને 18,738.80 પર હતો. લગભગ 1312 શેર વધ્યા, 678 શેર ઘટ્યા અને 104 શેર યથાવત.

સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 63,130 પોઈન્ટની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી લગભગ 20 પોઈન્ટના ઘટાડા સાથે 18,735 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. લાગે છે કે આજે દિવસના કારોબારમાં બજાર દબાણમાં રહી શકે છે.

ડિવિસ લેબ્સ, હીરો મોટોકોર્પ, સિપ્લા, બજાજ ઓટો અને યુપીએલ નિફ્ટીમાં 'ટેપ ગેઈનર્સ હતા, જ્યારે ઇન્ફોસિસ, ઓએનજીસી, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટીસીએસ ટોપ લુઝર્સ હતા.