New Update
/connect-gujarat/media/post_banners/f97605860b6505f850f1809e948cef9e70321d064f888c34db292d2fec29fcf4.webp)
કોરોનાએ ભારતમાં ફરી એકવાર દસ્તક આપી છે અને તેનું સબ-વેરિઅન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવાર 26 ડિસેમ્બર સુધી દેશભરમાં JN.1 કોવિડ વેરિઅન્ટના 109 કેસ નોંધાયા છે. આ વાયરસ અત્યાર સુધીમાં દેશના 8 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી JN.1 કોવિડ વેરિઅન્ટના સૌથી વધુ 36 કેસ, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાનમાંથી 4, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 કેસ નોંધાયા છે. હાલમાં મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
Latest Stories