18 વર્ષ બાદ કૈલાસનાથનની CMOમાંથી વિદાય.! મોદી સહિત 4 મુખ્યમંત્રી સાથે કર્યું કામ

કે.કે.તરીકે જાણીતા કૈલાસનાથન ચાર મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ 2006થી અત્યાર સુધી મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. કૈલાસનાથાનને ઇતિહાસમાં સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું હતું

New Update
કૈલાસનાથન

મુખ્યમંત્રી કાર્યાલયમાં લગભગ બે દાયકા વીતાવનારા અધિકારી કે.કૈલાસનાથનને વિદાય આપવામાં આવી છે. તેમનું 30 જૂનના રોજ એક્સટેન્શન અને 6 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.હાલ તેઓ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

તેમની સેવાના અંતિમ દિવસ પહેલા જ વિદાય માન આપવામાં આવ્યું છે. વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા પછી સતત 11 વર્ષ સુધી ગુજરાતના વહીવટી તંત્રમાં કરાર આધારિત સેવા આપી છે. તેમની કેન્દ્ર સરકારમાં નિયુક્તિ અથવા તો કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે.

કે.કે.તરીકે જાણીતા કૈલાસનાથન ચાર મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ 2006થી અત્યાર સુધી મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન ગુજરાતના ચાર મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સાથે કામ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, તેમને ઇતિહાસમાં સૌથી વધુ 11 વખત એક્સટેન્શન મળ્યું હતું.

 

Latest Stories