કિંજલ દવેની પાવાગઢમાં "એન્ટ્રી" : ડોક્યુમેન્ટ્રી શૂટ કરતાં પહેલા મેળવ્યા મહાકાળી માઁના આશીર્વાદ...

New Update
કિંજલ દવેની પાવાગઢમાં "એન્ટ્રી" : ડોક્યુમેન્ટ્રી શૂટ કરતાં પહેલા મેળવ્યા મહાકાળી માઁના આશીર્વાદ...

ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે કિંજલ દવે પાવાગઢ પહોંચી

ગરબા ઘૂમી મંદિરના શિખર ઉપર ધજા પણ ફરકાવી

પાવાગઢ આવવા બદલ પોતાને ભાગ્યશાળી ગણાવી

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી રહી છે, ત્યારે ધાર્મિક સ્થળોની ડોક્યુમેન્ટ્રી શૂટ કરવા પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કિંજલ દવે પણ આવી પહોચી હતી. કિંજલ દવેએ માતાજીના દર્શન કરી પાદુકા-પૂજનનો લાભ લીધો હતો.

આ સાથે જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની ધ્વજા માથે લઈ વાજતે ગાજતે મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી. એટલું જ નહીં, પાવાગઢને પોતીકો વિસ્તાર કહી કિંજલ દવેએ શૂટ કરવા માટે આવવાની તક મળી તે બદલ પોતાને ભાગ્યશાળી ગણાવી હતી. પાવાગઢના ગૌરવપૂર્ણ ઈતિહાસમાં 500 વર્ષ પછી શિખર ઉપર ધ્વજા ફરકી છે, ત્યારે તમામ માઈભક્તોએ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવવા જોઈએ તેવું પણ કિંજલ દવેએ જણાવ્યું હતું.

#Entry #Pavagadh #Kinjal Dave #shooting #documentary #Mahakali Maa #ConnectGujarat
Latest Stories