જાણો, ચક્રવાતી વાવાઝોડાના નામ કેમ હોય છે વિચિત્ર..! કેવી રીતે રાખવામાં આવે છે નામ..!

New Update
જાણો, ચક્રવાતી વાવાઝોડાના નામ કેમ હોય છે વિચિત્ર..! કેવી રીતે રાખવામાં આવે છે નામ..!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, વિનાશક તોફાનોનું નામ કેવી રીતે પડ્યું? અમે તમને જણાવી દઈએ કે, આ તોફાનોના નામ કેવી રીતે અને કોણ નક્કી કરે છે.! હાલમાં દેશમાં ચક્રવાતી તોફાન 'બિપરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડા માટે આગામી 24થી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, આ દરમિયાન 'બિપરજોય' ભારતમાં દસ્તક આપશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ વિનાશક તોફાનોનું નામ કેવી રીતે પડ્યું? અમે તમને જણાવી દઈએ કે, આ તોફાનોના નામ કેવી રીતે અને કોણ નક્કી કરે છે.

ચક્રવાતી વાવાઝોડાના નામ એટલા વિચિત્ર છે કે, તેમને જોઈને ક્યારેક લોકો હસવા લાગે છે. આમાં કેટરિના, બુલબુલ, લિસા, પાલિન, લેરી, હુદહુદ, નિસર્ગ, અમ્ફાન અને નિવાર તુફાનનો સમાવેશ થાય છે. આવા અજીબોગરીબ નામો જોઈને મનમાં એક પ્રશ્ન આવે છે કે, તેનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. ભારત અને તેના પડોશી દેશોએ વર્ષ 2000થી ચક્રવાતને નામ આપવાની પ્રથા શરૂ કરી હતી. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોએ ચક્રવાતી તોફાનોને નામ આપવાની યાદી જાળવી રાખી છે. વળી, સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશને ચક્રવાતી તોફાનોના નામ નક્કી કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એટલાન્ટિક પ્રદેશમાં ચક્રવાતી તોફાનોને નામ આપવાની પ્રથા 1953માં શરૂ થઈ હતી. તે જ સમયે, તેની શરૂઆત 2014માં હિંદ મહાસાગર ક્ષેત્રમાં થઈ હતી. હિંદ મહાસાગર ક્ષેત્રના 8 દેશોમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. આ સિવાય વર્ષ 2019માં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ અને યમનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે ચક્રવાતી વાવાઝોડાની સંભાવના હોય છે, ત્યારે આ 13 દેશો તેમના ક્રમમાં તેનું નામ આપે છે. ઉદાહરણ તરીકે, 2107માં આવેલા ઓખી વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. સોમાલિયામાં ત્રાટકેલા ચક્રવાતને ભારતે નામ આપ્યું હતું, જેને ગતિ નામ આપવામાં આવ્યું હતું. તે જ સમયે, વર્ષ 2023માં આવેલા બિપરજોયનું નામ પણ બાંગ્લાદેશ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આગામી 25 વર્ષ માટે આ દેશોએ ચક્રવાતના નામ નક્કી કર્યા છે. આમાં ભારતથી ગતિ, તેજ, મુરાસુ, આગ, નીર, પ્રભંજન ઘુર્ની, અંબુલ જલધિ અને વેલોસિટી નામ આપવામાં આવ્યા છે. સાથે જ બાંગ્લાદેશે અર્નબ અને કતાર શાહીન અને બહારના નામ નક્કી કર્યા છે. એ જ રીતે પાકિસ્તાને લુલુ અને મ્યાનમારે પિંકુ નામ નક્કી કર્યું છે. આ સાથે વાવાઝોડાનું નામ પણ તેની ઝડપ પર નિર્ભર કરે છે. તમને જણાવી દઈએ કે, ઓછામાં ઓછા 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતા વાવાઝોડાનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. 118 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડાને ગંભીર શ્રેણીમાં ગણવામાં આવે છે, અને 221 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડાને સુપર સાયક્લોનિક સ્ટોર્મ કહેવામાં આવે છે.

Latest Stories