કચ્છ:દરિયામાં સ્ટંટ કરવાના ચક્કરમાં 2 થાર ફસાય,કારચાલકો વિરૂદ્ધ ગુન્હો

કચ્છના દરિયા કિનારે કાર ચાલકોને સ્ટંટ કરવું ભારે પડ્યું હતું. 2 થાર દરિયા કિનારે ફસાઈ જવા પામી હતી. ફસાયેલી થારને સ્થાનિકોએ ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવી હતી.

author-image
By Connect Gujarat Desk
New Update

કચ્છના દરિયા કિનારે કાર ચાલકોને સ્ટંટ કરવું ભારે પડ્યું હતું. 2 Thar દરિયા કિનારે ફસાઈ જવા પામી હતી. ફસાયેલી થારને સ્થાનિકોએ ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવી હતી. તો બીજી તરફપોલીસે થારને ડિટેઈન કરી બન્ને કાર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ તો છેલ્લા ઘણા સમયથી બાઇક તેમજ કાર સાથે સ્ટંટ કરતાં સ્ટંટબાજોના અનેક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સામે આવ્યા છેત્યારે પોલીસ દ્વારા પણ આવા સ્ટંટબાજો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં કચ્છ જિલ્લામાંથી પણ સ્ટંટબાજીનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. કચ્છના દરિયા કિનારે સ્ટંટ કરવા જતાં 2 થાર દરિયાના પાણીમાં ફસાય હતી. જેમાં મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પર સ્ટંટ કરવો યુવકોને ભારે પડ્યું હતું. દરિયામાં ફસાયેલી બન્ને થારને સ્થાનિકોએ ટ્રેકટરની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. જેમાં એક થારનું એન્જિન ફેઈલ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફદરિયામાં ફસાયેલી થારના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે બન્ને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધવા સાથે બન્ને કારને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Latest Stories