Connect Gujarat
ગુજરાત

કચ્છ રણોત્સવની તડામાર તૈયારી, 10 નવેમ્બરથી રણોત્સવનો થશે પ્રારંભ

'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે.અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે

X

રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 10 નવેમ્બરથી કરછમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે.અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બરથી રણોત્સવ શરૂ થશે.આ વર્ષે રણોત્સવ અને ટેન્ટ સિટીમાં ધોળવીરા આકર્ષણનું નવું કેન્દ્ર બનશે .

વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને એમની સંસ્કૃતિને સમઝે એ સાથે ધોળવીરાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ રણોત્સવ માટે વિશેષ પ્રવાસીઓ કચ્છ આવે છે.હાલ કચ્છના સફેદ રણમાં રણોત્સવ ૧૦ નવેમ્બરથી શરુ થશે અને ફેબ્રઆરી સુધી ચાલશે.

આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને કંઇક અલગ અને જુદી જ થીમ જોવા મળશે.રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે.

Next Story