હવામાન વિભાગની આગાહી, આજે રાજ્યના 16 જિલ્લામાં ભારે વરસાદ

Featured | સમાચાર ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

New Update
રેન 2

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદને લઇને  દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે  ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ  વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હવામાન વિભાગે  ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યં છે.  તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ,મહીસાગરમાં પણ  ભારે વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હવામાન વિભાગે આજે ભારે વરસાદની  આગાહી કરી છે.  

 

Latest Stories