ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકની પસંદગીના સસ્પેન્સનો અંત આવી ગયો છે. આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધો જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે. મીરાબેન પટેલ વોર્ડ નંબર 10નાં કાઉન્સિલર છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની સત્તાવાર નિમણૂક કરી દેવાઈ છે.
ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા. પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હતો. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાનાં હતાં. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યાં ન હતાં