નર્મદા : MLA ચૈતર વસાવાને શરતી જામીન મળતા જેલ બહાર સમર્થકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું...

વન કર્મીઓ પર હુમલાના કેસમાં ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની, પી.એ. અને ખેડૂત મિત્ર સહીત કુલ 9 લોકો સામે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધાયો હતો

New Update
નર્મદા : MLA ચૈતર વસાવાને શરતી જામીન મળતા જેલ બહાર સમર્થકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું...

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાંથી શરતી જામીન મળ્યા છે, ત્યારે જેલમાંથી મુક્ત કરવાનો દેડીયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને નિકળેલા ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને બિતાડા ચોકડી નજીક પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા. તો બીજી તરફ, તરફ, જેલમાંથી બહાર આવતા જ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ચૈતર વસાવાના સમર્થકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં વન કર્મીઓ પર હુમલાના કેસમાં ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની, પી.એ. અને ખેડૂત મિત્ર સહીત કુલ 9 લોકો સામે ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધાયો હતો. જે બાદ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા ભાગી ગયા અને પોલીસે તેમની પત્ની શકુંતલા વસાવા, પી.એ. જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશ વસાવાની સૌથી પહેલાં ધરપકડ કરી હતી.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

જોકે, થોડા દિવસો બાદ એટલી કે, ગત તા. 14 ડિસેમ્બરના રોજ ફરાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. તેવામાં ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા જેલમાંથી છૂટવાના હોય, ત્યારે તેમના સર્મથકો ટોળે ન વળે અને જિલ્લામાં શાંતિ ન ડહોળાય તે માટે નર્મદા પોલીસે એલર્ટ થઇ સુરક્ષા વધારી દીધી હતી.

તો બીજી તરફ, કોર્ટનો હુકમ જેલરને આપવામાં આવે ત્યારબાદ જ જેલર આરોપીને છોડતા હોય છે, ત્યારે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવાનો દેડીયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને નિકળેલા ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાને બિતાડા ચોકડી નજીક પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા. ત્યારબાદ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા વકીલ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સાથે નર્મદા જિલ્લા જેલ ખાતે પહોચ્યા હતા.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો 46 દિવસનો જેલવાસ પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાના સ્વાગત માટે રાજપીપળા ખાતે હજારોની સંખ્યામાં તેઓના સમર્થકો અને ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો, જ્યાં સમર્થકોએ ભાજપ હાઈ હાઈના નારા લગાવ્યા હતા. આ સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવા શરતી જામીન પર મુક્ત થયા હોય અને તેમને કાયદાના નિયમ પ્રમાણે જેલમાંથી છૂટી અમુક કલાક બાદ હદપાર જવાનું હોય, ત્યારે તેઓના સમર્થકોએ ભરૂચ જિલ્લાના નેત્રંગની મોવી ચોકડી ખાતે જાહેર સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

તો બીજી તરફ, તરફ, નર્મદા જિલ્લા જેલમાંથી બહાર આવતા જ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસે લગાવેલા બેરિકેડ તોડી સમર્થકો ધારાસભ્ય ચૈતર વસાવા પાસે દોડી ગયા હતા, જ્યાં સમર્થકોએ ધારાસભ્ય ચૈતર વસાવાને ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે, “આદિવાસી સેર આયા”ના નારા સાથે રોડ શોની માફક જ જેલની બહાર માહોલ સર્જાયો હતો.

Latest Stories