New Update
/connect-gujarat/media/post_banners/cebaee4a449f460a37d9b8c82724809ad986f86f5ea138de8ca4673429f20f46.webp)
ગુજરાત સરકારે એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીની જાહેરાત કરી છે. જેમાં 7 અધિકારીઓને નવી નિમણૂક આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગે તમામ અધિકારીઓની બદલી કરી છે.
આ પહેલા ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી. જે પૈકી ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ડી બી ડાભીની બદલી સાંતેજ પોલીસ મથકમાં કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકના પીઆઈ કે જે રાઠોડની એટીએસમાં બદલી થઈ છે.