રાજયમાં 100 દિવસમાં 35 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ યોજનાનો મળ્યો લાભ

સરકારની વિવિધ આવાસ યોજનાથી.રાજ્યમાં છેલ્લા સો દિવસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૩,૦૦૦ હજાર,આવાસનો લાભ આપવામાં આવ્યો

New Update
રાજયમાં 100 દિવસમાં 35 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ યોજનાનો મળ્યો લાભ

રાજયમાં સરકારની વિવિધ યોજના અંતર્ગત 35 હજારથી વધુ લાભાર્થીઓને આવાસ યોજનાનો મળ્યો લાભ મળ્યો છે અને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ છે. દરેક માણસના જીવનનું સપનું હોય છે કે તેનું પાકું મકાન હોય. સામાન્ય માણસનું આ સપનું સાકાર થઈ રહ્યું છે સરકારની વિવિધ આવાસ યોજનાથી.રાજ્યમાં છેલ્લા સો દિવસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૩,૦૦૦ હજાર, ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ ૬,૫૦૦ થી વધુ, પંડીત દિનદયાળ આવાસ યોજના અંગર્ત ૬,૪૦૦ થી વધુ આવાસનો લાભ આપવામાં આવ્યો છે.

આ છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના જદુરા ગામના રહેવાસી હુસેનભાઇ થેબાનું સપનાનું ઘર... અગાઉ જુનું મકાન હોવાથી તે જર્જરીત મકાનમાં રહેતા. હાલાકી પડતી... પણ હવે આ હાલાકી દૂર થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી હુસેનભાઈ પાકું મકાન બનાવી શક્યા છે.. હવે બોટાદના એક આવી જ યોજનાના લાભાર્થીની વાત કરીએ... બોડી ગામના ઈશ્વરભાઈને પોતાનું પાકુ ઘરનું ઘર બની શકે તે માટે સરકારનો સાથ મળ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાથી તેમના પાકા મકાનનું સપનું સાકાર થયું છે.  

Latest Stories