/connect-gujarat/media/post_banners/4d111977d12ec7573893737eb6fc550380b3cdf4141e73efa1fd052715ff0321.webp)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્ર્મ હેઠળ રાજ્યભરમાં સખી મંડળની બહેનોની ખૂબ મહેનત કરી રહી છે, ત્યારે ભાવનગરના માનગઢના શિવશક્તિ સખી મંડળની બહેનો દ્વારા 665 ગ્રામ પંચાયતો માટે દીવડા બનાવવામાં આવ્યા છે.
આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આગામી તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનની ઉજવણી સંદર્ભે વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે. જે અંતર્ગત શીલાફલકમ તૈયાર થઈ ગયા છે, ત્યારે હાથમાં માટી અથવા દીવડો લઈને પાંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવશે જે અંતર્ગત ગારીયાધારના માનગઢની શિવશક્તિ સખી મંડળની બહેનોએ ૬૬૫ ગ્રામ પંચાયત માટે દિવડા બનાવ્યા હતા. ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માનગઢ ગામમાં એન.આર.એલ.એમ યોજના અંતર્ગત ૨૦૧૮ માં શિવશક્તિ સખી મંડળની રચના કરવામાં આવ હતી. આ જૂથ સાથે સંકળાયેલ તમામ બહેનો માટીકામની વસ્તુ બનાવટ સાથે સંકળાયેલ હોય આર્થિક રીતે પગભર થવાના ઉદેશ સાથે સખી મંડળની શરુઆત કરવામાં આવેલ હતી. જેમાં તેઓ તમામ સભ્યો પોતાની રોજગારી કરતા કરતા નિયમીત બચત ,મિટીગ જેવા આ યોજનાના નિયમો પાલન કરીને તેઓને રીવોલ્વીગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તેમજ બેંક દ્વારા પ્રથમવાર ૧,૦૦,૦૦૦/- અને ત્યાર બાદ એક શ્રેષ્ઠ મંડળ નિયમિત હપ્તા ભરપાઇ કરવાને કારણે તેઓને ૨,૦૦,૦૦૦/- જેટલી ક્રેશ ક્રેડિટ લોન મંજુર કરેલ છે. જેના તેઓ પોતાના માટીકામના વ્યવસાયમાં પૈસાનું રોકાણ કરીને તેઓ વિવિધ જગ્યા દિવડા બનાવટ, ગરબા, કુંભ ઘડા., માટલા જેવી વસ્તુઓ બનાવીને આર્થિક રોજગારી મેળવી રહ્યા છે. હાલમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૦૯ ઓગસ્ટથી “મારી માટી મારો દેશ” ક્રાર્યક્રમ જે આપણી માતૃભૂમિને અને આપણા વીરોને સમપિત કાર્યક્ર્મ યોજાનાર છે. આ કાર્યક્ર્મ અંતર્ગત તમામ ગ્રામ પંચાયતમાં શિલાફલકમ, અમૃત વાટીકા બનાવી તેમજ આપણા દેશ માટે જેમણે સર્વોચ્ય બલીદાન આપેલ છે, તેવા વીરોને વંદન કરવાનું તેમજ હાથમાં દીવડાઓ પ્રજવલીત કરીને તેમને હર્દયપૂર્વક શ્રધ્ધાજંલી આપવાનો પુરા દેશમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન થવા જઇ રહ્યુ છે.