એકતાનગર સ્થિત જંગલ સફારી પાર્કમાં નવું નજરાણું
વધુ 3 નવા વિદેશી પ્રાણીનો કરવામાં આવ્યો સમાવેશ
દુબઈના એનિમલ ઝૂમાંથી લવાયા 3 વિદેશી પ્રાણીઓ
ઉંરાંગ ઉટાંગ, જેગુઆર, સફેદ સિંહને લાવવામાં આવ્યા
ત્રણેય પરણીને પ્રવાસીઓ ટૂંક સમયમાં નિહાળી શકશે
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ જંગલ સફારી પાર્કમાં વધુ 3 નવા વિદેશી પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 375 એકરમાં પથરાયેલા ઝૂઓલોજીકલ પાર્ક અને જંગલ સફારી પાર્કમાં 1500થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને ખુલ્લા મોટા બેરેકમાં મુકવામાં આવ્યા છે.
આ સાથે જ સમયાંતરે નવા પશુઓ-પક્ષીઓનો જંગલ સફારીમાં ઉમેરો પણ કરવામાં આવે છે. આગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હવે નવા 3 વિદેશી પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાંથી લાવવામાં આવ્યા છે. SOUના CEO ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, 3 પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાંથી નર્મદાની જંગલ સફારીમાં લાવવામાં આવ્યા છે.
જે ઇન્ડોનેશિયામાં ઉંરાંગ ઉટાંગ પ્રજાતિ જોવા મળે છે, જ્યારે અમેરિકાના એમેઝોન જંગલમાંથી જેગુઆર હિંસક પ્રાણીની પ્રજાતિ મળી આવે છે. તો સાઉથ આફીકામાં સફેદ સિંહ જોવા મળે છે. આ ત્રણેય પ્રજાતિ ભારતમાં જોવા મળતી નથી. એટલે કેવડિયા સ્થિત જંગલ સફારીમાં આ ત્રણેય પ્રાણીઓને લાવવામાં આવ્યા છે, જેને પ્રવાસીઓ ટૂંક સમયમાં જ નિહાળી શકશે.