નર્મદા : સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા SOU ખાતે આયુર્વેદિક વેલનેસ સેન્ટર શરૂ કરાયું

New Update
નર્મદા : સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા SOU ખાતે આયુર્વેદિક વેલનેસ સેન્ટર શરૂ કરાયું

SOU ખાતે આયુર્વેદિક વેલનેસ સેન્ટર શરૂ કરાયું

આરોગ્ય વનમાં મુલાકાતીઓની સુખાકારીમાં વધારો

ઔષધીય વનસ્પતિની ભૂમિકા વિશે માહિતી અપાશે

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયુર્વેદિક વેલનેસ સેન્ટર ફરી શરૂ કરવામાં આવ્યું છે. જે સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આરોગ્ય વનમાં આવેલું આ કેન્દ્ર, મુલાકાતીઓને સુખાકારી માટે બહુપક્ષીય અભિગમ પ્રદાન કરવા માટે આયુર્વેદની વર્ષો જૂની રીતોને અપનાવે છે. આરોગ્ય વન એક શૈક્ષણિક પ્રદર્શન તરીકે પણ કાર્ય કરે છે. જે માનવ સુખાકારીમાં ઔષધીય છોડની અભિન્ન ભૂમિકા પર ભાર મુકે છે. આરોગ્ય વન જીવનમાં સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે યોગ, આયુર્વેદ અને ધ્યાનને પણ પ્રોત્સાહન આપે છે. આરોગ્ય વનના પ્રવેશ દ્વારમાં સૂર્ય નમસ્કારની 12 મુદ્રાઓ દર્શાવતી વિશાળ મૂર્તિઓ છે. જે દૈનિક યોગાભ્યાસના મહત્વ પર ભાર મુકે છે. મુલાકાતીઓને એક ડિજિટલ ઈન્ફર્મેશન સેન્ટર દ્વારા ઔષધીય વારસાની આંતરદૃષ્ટિ અને રોજિંદા જીવનમાં ઔષધીય વનસ્પતિઓની ભૂમિકા વિશે જાણકારી આપવામાં આવે છે.

Latest Stories