/connect-gujarat/media/post_banners/c28109b32cfc1e9df5a3e59e4ba554502a7b6dc582a9a5220e2f6ac46f591ca3.jpg)
એકતાનગર ટેન્ટ સિટી ખાતે રાષ્ટ્રીય પરિષદનું આયોજન
દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ
દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌપ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટ સીટી ખાતે યોજાય હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગસિંહ ઠાકુર, કેન્દ્રીય રમત-ગમત રાજ્યમંત્રી નિશિથ પ્રમાણિક તેમજ ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ભારતની ખેલ-કુદ ઇકો સિસ્ટમને વધુ સંગીન બનાવી ખેલ-કુદ વિશ્વના નકશે દેશને વઘુ ઉંચુ સ્થાન અંકિત કરાવવામાં આ રાષ્ટ્રીય પરિષદમાં થયેલું વિચાર-મંથન અને નિષ્કર્ષ અતિ મહત્વપુર્ણ બનશે. દેશમાં રમત-ગમત અને ફિટનેશ પ્રત્યેની એક નવી જ લહેર ઉભી થઇ છે. ખેલાડીઓને અદ્યતન તાલીમથી સજ્જ થઇ વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવ માટેની તકો પ્રાપ્ત થઇ છે.