Connect Gujarat
ગુજરાત

નર્મદા : હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ લીધી એકતાનગરની મુલાકાત...

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા આવી પહોચ્યા

X

હિમાચલ પ્રદેશના રાજ્યપાલે લીધી એકતાનગરની મુલાકાત

શિવ પ્રતાપ શુક્લા સાથે લેડી ગવર્નર પણ રહ્યા ઉપસ્થિત

SOUને નિહાળી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ થયા અભિભૂત

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા લેડી ગવર્નર સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતાનગરની મુલાકાતે આવી પહોચ્યા હતા. નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા આવી પહોચ્યા હતા. તેઓ લેડી ગવર્નર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની ભાવસભર મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ અને તેમણે કરેલા કાર્યોને પ્રદર્શનમાં સુંદર રીતે પ્રદર્શિત કરાયા અને ફિલ્મ દ્વારા દેશની અખંડિતતા માટે કરેલા કાર્યો અહીં પ્રસ્તુત કરાયા છે, જેને નિહાળીને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા તેમજ લેડી ગવર્નર અભિભૂત થયા હતા.

Next Story