નર્મદા: કડિયાકામ કરી લોકોનું ઘર બનાવાતા પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન થયુ સાકાર,જુઓ સરકારની કઈ યોજનાનો મળ્યો લાભ

પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત તેઓએ પોતાનું પાકુ મકાન બનાવી હાલ ખુશહાલ જીવન જીવી રહ્યા છે

New Update
નર્મદા: કડિયાકામ કરી લોકોનું ઘર બનાવાતા પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન થયુ સાકાર,જુઓ સરકારની કઈ યોજનાનો મળ્યો લાભ

નર્મદા જિલ્લાના જીતનગરમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે સાર્થક થયુ છે નર્મદા જિલ્લાના નિકુલભાઈ કડિયાકામ કરે છે. તેમણે અનેક પરિવારોના ઘર ચણ્યા હતા એટલે કે ઘરના સપનાને સાકાર કરવામાં મદદ કરી પણ જ્યારે તેમને પોતાનું ઘરના ઘરનું સપનું સાકાર કરવું હતું ત્યારે આર્થિક સગવડનો પ્રશ્ન આવ્યો અને આ સમયે તેમની વ્હારે પ્રધાનમંત્રી આવાસ યોજના આવી હતી.

નર્મદાના જીતનગરમાં રહેતા કલ્પનાબહેન અને નિકુલભાઈ કડિયાકામ કરે છે. આવક મર્યાદિત એટલે પોતાનું પાકું મકાન નહોતું. ચોમાસામા ઘરમાં પાણી પડતું. તકલીફોનો પાર ન હતો પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ તેમનું જીવન બદલ્યું અને પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત તેઓએ પોતાનું પાકુ મકાન બનાવી હાલ ખુશહાલ જીવન જીવી રહ્યા છે

Latest Stories