Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ઘોઘંબામાં ગેસનું ઉત્પાદન કરતી GFL કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારના મોત

કંપનીમાં ઝેરી ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. આગ બાદ ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં હતાં. ગામના લોકોમાં ભયનો માહોલ

X

પંચમહાલના ઘોધંબામાં આવેલી જીએફએલ કંપનીમાં ગુરૂવારે સવારના સમયે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આગમાં બે કરતાં વધારે કામદારોના મોત થયાની ખબરો સામે આવી રહી છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના રણજીત નગરમાં ગુજરાત ફલોરો કેમિકલ કંપનીમાં ગુરૂવારે સવારે 11 વાગ્યાના અરસામાં પ્રચંડ ધડાકો થયો હતો. ધડાકાનો અવાજ 25 કીમી દુર સુધી સંભળાયો હતો. કંપનીના એમપી-1 પ્લાન્ટમાં બોયલર ફાટવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે. આ કંપનીમાં ઝેરી ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. આગ બાદ ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં હતાં. ઘડાકાના પગલે આસપાસ આવેલાં ગામોના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. આગની સાથે ઝેરી ગેસ હવામાં ફેલાય તેવી શકયતા હોવાથી આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. લાશ્કરોની ટીમ આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહી છે.

આ ઘટનામાં બે કામદારોના મોતની ખબર સામે આવી રહી છે પણ હજી અનેક કામદારો આગમાં ફસાયા હોવાનું જાણવા મળી રહયું છે. ઘટનાને પગલે પંચમહાલ જિલ્લાના પોલીસવડા, કલેક્ટર અને હાલોલ SDM કંપની પર દોડી આવ્યો છે અને હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં છે. કંપનીમાં એસીમાં વપરાતો રેફરન ગેસ બનતો હતો.

Next Story