Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: ગોધરા ક્રાઇમ બ્રાન્ચે ટેન્કરમાંથી રૂ.50 લાખથી વધુના પોષ ડોડાનો પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડ્યો

પંચમહાલ: ગોધરા ક્રાઇમ બ્રાન્ચે ટેન્કરમાંથી રૂ.50 લાખથી વધુના પોષ ડોડાનો પ્રતિબંધિત જથ્થો ઝડપી પાડ્યો
X

ગોધરા એલ.સી.બી.શાખાએ રાત્રીના અંધકાર સાથે હાથ ધરેલા એક મેગા સર્ચ અભિયાનમાં મધ્યપ્રદેશ તરફથી આવેલ એક રાજસ્થાન પાર્સિંગના ટેન્કરમાંથી અંદાજે રૂ.50 લાખ ઉપરાંતનો પ્રતિબંધિત પોષ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડતા નશીલા વ્યાપારની અંધારી આલમમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.

ગોધરા LCB ટીમ દ્વારા ટેન્કરમાંથી 20 કિલો વજનના પોષ ડોડાના જથ્થાના અંદાઝે 60 જેટલા કોથળાઓ ટેન્કરમાંથી બહાર કાઢ્યા છે.અંદાજે રૂ.50 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને વિદેશી દારૂ અને નશાકારક કેફી દ્રવ્યોની હેરાફેરીઓ સામે આદેશો આપીને પંચમહાલમાંથી પસાર થતા હાઈવે પર પેટ્રોલીંગ વ્યવસ્થા સઘન બનાવવાના આદેશો આપ્યા હતા. આ સામે સજ્જ બનેલ ગોધરા એલ.સી.બી.શાખાના પી.આઈ. જે.એન.પરમારને મળેલ સ્ફોટક બાતમીના આધારે રાત્રીના અંધકાર સાથે ગોધરા બાયપાસ હાઈવે પર પરવડી ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં મધ્યપ્રદેશથી ગુજરાતની હદમાં પુરઝડપે આવતી રાજસ્થાન પાર્સિંગની આર.જે.39.જી.એ.3936 નંબરની ટેન્કર અટકાવીને અંદર તપાસ હાથ ધરી હતી.પોલીસે ટેન્કરના ડ્રાયવરની પૂછપરછ શરૂ કરી તપાસ દરમિયાન ટેન્કર અંદરથી અંદાજે રૂ.50 લાખ ઉપરાંતનો પ્રતિબંધિત એવા પોષ ડોડાનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અત્યાર સુધીમાં ટેન્કરમાંથી 20 કિલો વજનના 60 જેટલા પેક કરેલા કોથળાઓ બહાર કાઢવામાં આવ્યા છે અને ટેન્કરના ડ્રાયવરની ગુપ્તરાહે પૂછપરછ શરૂ કરાઈ હોવાનું પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે.

Next Story