Connect Gujarat
ગુજરાત

પંચમહાલ હાલોલ LCBએ પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે એક યુવકને દબોચી લીધો

પંચમહાલ હાલોલ LCBએ પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે એક યુવકને દબોચી લીધો
X

હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ કાળીભોઈ ત્રણ રસ્તા ઉપરથી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે એક પર પ્રાંતીય યુવકની જિલ્લા એલસીબી એ ધરપકડ કરી છે. યુવક હાલોલ ખાતે પાવાગઢ રોડ ઉપર ગોળીબાર વિસ્તારમાં રહેતો હોવાનું અને તેને હથિયાર મધ્ય પ્રદેશના યુવક પાસેથી ખરીધ્યું હોવાનું પોલોસને જણાવ્યું છે.

હાલોલના પાવાગઢ તરફ હાલોલ બાયપાસ રોડ પાસે આજે સાંજે એક યુવક હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ લઈ વેચાણ કરવા ગ્રાહક શોધી રહ્યો હોવાની બાતમી જિલ્લા એલસીબીના હેડ કોન્ટેબલને મળતા જિલ્લા એલસીબીની ટીમ સક્રિય બની હતી અને સત્વરે હાલોલ બાતમીના સ્થળે પહોંચી હતી અને વોચ ગોઠવી યુવકને ઝડપી પાડ્યો હતો. આંતર રાજ્યમાંથી હથિયારો ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવાના પ્રયાસો અને સૂચનાઓને ધ્યાને રાખી જિલ્લા એલસીબીએ હથિયારો સપ્લાય કરવાના નેટવર્ક ઉપર ચાંપતી નજર રાખતા આજે એક ઈસમ પિસ્તોલ લઈ વેચાણ કરવા ફરતો હોવાની વિગતો મળી હતી.

હાલોલના પાવાગઢ રોડ ઉપર ગોળીબાર વિસ્તારમાં આનંદ પેન્ટરના મકાનમાં રહેતો થંગમ ઉર્ફે તંગમ પેરૂમલ તેવરને સાંજે પોલીસે ઘેરી લીધો હતો અને તેની પાસેથી પિસ્તોલ અને બે નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા. યુવક મૂળ તામિલનાડુના મદુરાઈ જિલ્લાના શેદાપટ્ટી પેરાઇચુરની ઇસ્ટ સ્ટ્રીટનો રહેવાસી હોવાનું પોલોસે જણાવ્યું છે. પિસ્તોલ સાથે ઝડપાયેલા થંગમ તેવારે આ હથિયાર મધ્ય પ્રદેશના લક્ષ્મણ નાથુભાઈ કુસ્વાહા પાસેથી ખરીદી હોવાની વિગતો પણ સામે આવી છે.લક્ષમણ નાથુ કુસ્વાહા મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લાના લાહલ્લી તાલુકાના પ્રજાપતિ મહોલ્લામાં રહે છે અને એ ગુજરાતમાં હથિયાર ઘુસાડવાના નેટવર્ક સાથે સંડોવાયેલા હોવાની શંકાઓ છે, તેને આ પિસ્તોલ અને બે કારતુસ વેચવા માટે હાલોલના થંગમને આપ્યા હતા. પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા તામિલનાડુના થંગમ તેવરને પકડી પાડ્યો છે અને હાલોલ ટાઉન પોલીસમાં આર્મ એક્ટ હેઠળ બંને આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. પોલીસે મધ્ય પ્રદેશથી ગુજરાતમાં હથિયાર ઘુસાડનાર લક્ષમણ કુસ્વાહાની તલાસ આરંભી છે.

Next Story