પાટણ : છેલ્લા 15 દિવસથી પાણી માટે તરસ્યું નાની કુંવર ગામ, સેવાભાવી સંસ્થાએ ફેલાવી સેવાની સુવાસ...

પીવાના પાણીની મહામુસીબત હોય જેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વ્હારે આવી પાણી વ્યવસ્થા કરવામાં આવી

પાટણ : છેલ્લા 15 દિવસથી પાણી માટે તરસ્યું નાની કુંવર ગામ, સેવાભાવી સંસ્થાએ ફેલાવી સેવાની સુવાસ...
New Update

નાની કુંવર ગામે સર્જાય પીવાના પાણીની પારાયણ

સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ આવી ગ્રામજનોના વ્હારે

શ્રી એચ.બી.મહેતા ટ્રસ્ટ-મુંબઈ દ્વારા કરાયું આયોજન

ગ્રામજનોને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી

ગામમાં ટેન્કર મોકલી ગ્રામજનોને પાણી પૂરું પાડ્યું

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીની પારાયણ સામે સેવાભાવી સંસ્થા જનમંગલમ સેવા અને શ્રી એચ.બી.મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ દ્વારા ગ્રામજનોને પાણીની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ઉનાળાની શરૂઆત થતાં પહેલા જ શંખેશ્વર તાલુકાના નાની કુંવર ગામ ખાતે છેલ્લા 15 દિવસથી પીવાની પાણીની પારાયણ સર્જાય છે. પીવાના પાણીની મહામુસીબત હોય જેને લઈને સેવાભાવી સંસ્થા લોકોની વ્હારે આવી પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી.

શંખેશ્વર ખાતે જનમંગલમ સેવા અને શ્રી એચ.બી.મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ દ્વારા નાની કુંવર ગામના સરપંચની આગેવાનીમાં બન્ને સંસ્થાએ પાણીના ટેન્કરો મારફતે પાણી મોકલવાની કામગીરી હાથ ધરી હતી. ઘણા સમયથી નાની કુંવર ગામ ખાતે પીવાના પાણીનો સ્ત્રોત માત્ર એક ગ્રામ પંચાયતનો બોર હતો. જે 15 દિવસથી ખરાબ થઈ ગયો હોવાથી ગામમાં પીવાનાં પાણીની સમસ્યા સર્જાય હતી. પીવાનું પાણી મળતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

#Patan News #Patan Gujarat #નાની કુંવર ગામ #શ્રી એચ.બી.મહેતા ટ્રસ્ટ #Shri H B Maheta Trust #શંખેશ્વર
Here are a few more articles:
Read the Next Article