રાજ્યમાં છેલ્લા એકદાયકાથી લોકોને યોગવિદ્યાની આપવામાં આવી રહી છે શિક્ષા

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક દાયકા પૂર્વે ગુજરાતમાં યોગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં અનેક લોકો યોગ વિદ્યા શીખી રહ્યા છે ત્યારે આવો નિહાળીએ આ વિશે અહેવાલ

author-image
By Connect Gujarat Desk
yoga im.jpg
New Update

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એક દાયકા પૂર્વે ગુજરાતમાં યોગ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં અનેક લોકો યોગ વિદ્યા શીખી રહ્યા છે ત્યારે આવો નિહાળીએ આ વિશે અહેવાલ

આજે ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે  મહત્વની વાત એ છે કે આજથી એક દાયકા પૂર્વે ગુજરાત સરકારે યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી આ દિશામાં પગરણ માંડ્યા હતા.  વર્ષ 2013માં તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીએ લકુલીશ યોગ યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં યોગ-વિદ્યા શીખ્યા છે. અહીંના  વિદ્યાર્થીઓને યોગ સ્વસ્થ જીવન સાથે રોજગારના અવસરો પણ પૂરા પાડે છે. 
શ્રી રાજશ્રી મુનિની પ્રેરણાથી સ્થપાયેલી આ યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને પુરાવા આધારીત યોગ વિજ્ઞાન શીખવવામાં આવે છે. અહિં ડિપ્લોમાથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોર્સ ચાલે છે. જો કે, અનેક સાધકો માટે તો યોગ આધ્યાત્મિક પ્રગતિનું સાધન છે.અગિયાર હજાર ચોરસ મીટરથી વધુ ક્ષેત્રળળમાં ફેલાયેલ આ યુનિવર્સિટીમાં વર્ગખંડ, હોસ્ટેલરુમ, કોમ્યુનિટી હોલ,  પ્રાયોગિક હોલ અને ઉપચાર પ્રયોગશાળાઓ સહિતની સુવિધાઓ છે. અહીંથી યોગ-વિદ્યા શીખતા અનેક વિદ્યાર્થીઓનો ઉદ્દેશ આ વિદ્યાને શુદ્ધ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો છે
#વિશ્વયોગદિવસ #યોગવિદ્યા #શિક્ષા #યોગ યુનિવર્સિટી
Here are a few more articles:
Read the Next Article