ગુજરાત કેડરના 5 આઈપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. વર્ષ 2019ની બેચના 5 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં અતુલ બંસાલ,આલોક કુમાર,શિવમ વર્મા,જગદીશ બાંગરવા,અભિષેક ગુપ્તાનો સમાવેશ થાય છે
ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને ત્રણ વર્ષના સમયગાળા માટે CBIમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી મનોજ શશીધરને પ્રમોશન મળ્યું છે. તેમને સીબીઆઇના એડિશનલ જનરલ બનાવવામાં આવ્યાં છે. પહેલા તેઓ તપાસ એજન્સીમાં જોઈન્ટ ડાયરેક્ટર હતા.
ઉલ્લેખનિય છે કે, સીબીઆઇ પહેલા તેઓ મનોજ શશિધર ગુજરાત સ્ટેટ ઇન્ટિલિજન્સ બ્યુરોમાં એડિશનલ ડીજીના પદ પર કાર્યરત હતા. ઉપરાંત તેઓ વડોદરામાં પોલીસ કમિશનર અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તેમજ અમદાવાદમાં જોઇન્ટ કમિશનર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યાં છે.