Connect Gujarat
ગુજરાત

પંચમહાલ ગોધરામાં એકધારા વરસાદને પગલે સંરક્ષણ દિવાલ થઈ ધરાશાયી

પંચમહાલ ગોધરામાં એકધારા વરસાદને પગલે સંરક્ષણ દિવાલ થઈ ધરાશાયી
X

પંચમહાલ ગોધરા શહેરના પ્રભા રોડ વિસ્તાર ખાતે આવેલ ગોકુલદાસ સોની માર્ગ પોલીસ ચોકી નં.8 સામે ગોધરા દાહોદ હાઇવે માર્ગ પાસે એકધારા વરસાદના પગલે સંરક્ષણ દિવાલ ધસી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનો અને મકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી પડી હતી. બીજી બાજુ દિવાલ ધસી પડવાના કારણે MGVCLની ચાલુ લાઈનોના વાયરો પણ લટકી પડ્યા હતા. જેના લીધે રસ્તામાં અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને કરંટ લાગવાનો ભય જોવા મળ્યો હતો. જેથી ત્યાંના સ્થાનિક રહીશ પ્રદીપભાઈ સોનીએ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને ધરાશાઈ થયેલ સંરક્ષણ દિવાલ સંદર્ભે રજૂઆત કરી હતી.

ગોધરા શહેરના પ્રભા રોડ વિસ્તારની ગોકલદાસ સોની માર્ગ પોલીસ ચોકી નંબર 8 સામે હાઈવે પર આવેલ સંરક્ષણ દિવાલ અતિશય ભારે વરસાદના કારણે ધોવાણ થતા ધરાસાઈ થઈ હતી. આ વિસ્તારોના નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અવરજવરમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારના રહીશ પ્રદિપ સોનીએ ધારાસભ્ય સી.કે. રાઉલજીને આ અંગે રજૂઆત કરતા સત્વરે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે સંકલન કરી તાત્કાલિક ધરાશય દીવાલની મરામતનું કામ થાય તે માટે સૂચનાઓ આપી હતી.

Next Story