રાજસ્થાનમાં લો-પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના, હવામાન વિભાગે કરી આગાહી

New Update
રાજસ્થાનમાં લો-પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના, હવામાન વિભાગે કરી આગાહી

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો.

રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે હળવા વરસાદની આગાહી છે. કચ્છ,બનાસકાંઠા,દ્વારકા અને જામનગરમાં વરસાદ પડી શકે છે . રાજસ્થાનમાં લો-પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગરમીના પ્રમાણ પર નજર કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે.. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને તાપમાનમાં ઘટાડો થશે.

Latest Stories