રાજસ્થાન: રસ્તા પર ઉતર્યા તેજસ અને જગુઆર ફાઇટર પ્લેન, ઇમરજન્સી લેન્ડિંગની પ્રેક્ટિસ

New Update
રાજસ્થાન: રસ્તા પર ઉતર્યા તેજસ અને જગુઆર ફાઇટર પ્લેન, ઇમરજન્સી લેન્ડિંગની પ્રેક્ટિસ

જે રસ્તાઓ પર કાર, બસ અને ટ્રક ચાલતા હોય તે રસ્તા પર તેજસ, જગુઆર જેવા ફાઈટર પ્લેનને ઉતરતા જોઈને રાજસ્થાનના લોકો ચોંકી ઉઠ્યા. શરૂઆતમાં કેટલાક લોકોએ વિચાર્યું કે કદાચ ઇમરજન્સી લેન્ડિંગ છે, પરંતુ બધું પહેલેથી જ આયોજન કરવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટર દૂર સાંચોરમાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ હાઇવે (NH 925 A) પર 3 કિમી લાંબી એર સ્ટ્રીપ તૈયાર કરવામાં આવી છે.

સામાન્ય દિવસોમાં અહીંથી ફોર-વ્હીલર પસાર થાય છે, પરંતુ યુદ્ધની સ્થિતિમાં ઈમરજન્સી દરમિયાન પ્લેન લેન્ડિંગ માટે અહીં એર સ્ટ્રીપ તૈયાર કરવામાં આવી છે. સોમવારે 8 એપ્રિલે આ એર સ્ટ્રીપ એરફોર્સને સોંપવામાં આવી હતી.

Latest Stories