સાબરકાંઠા: વડાલીના કુબાધરોલ ગામે તળાવમાં યુવક ડૂબ્યો, શોધખોળ હાથ ધરાઇ

સાબરકાંઠા જિલ્લાના વડાલીના કુબાધરોલ ગામે મોડી સાંજે તળાવમાં યુવક ડૂબી ગયો હતો આ અંગે ગામના લોકોને જાણ થતાં વડાલી મામલતદાર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

New Update
sbr

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કુબાધરોલ ગામે યુવક તળાવમાં ડૂબી જવાની ઘટના સામે આવી હતીજેને પગલે ફાયર સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલીના કુબાધરોલ ગામે મોડી સાંજે તળાવમાં યુવક ડૂબી ગયો હતો આ અંગે ગામના લોકોને જાણ થતાં વડાલી મામલતદાર અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રે ૩ કલાક કરતા વધુની જહેમત પછી પણ લાશનો કોઈ પતો લાગ્યો ન હતો.  વહેલી સવારે વધુ ટીમો બોલાવી રેસ્ક્યુ હાથ ધરી લાશ બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ વડાલી પોલીસમામલતદારગામના તલાટી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારબાદ આજે સવારે ૯ કલાકે ફરી લાશને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.