રાજયમાં મેઘરાજનો બીજો રાઉન્ડ,168થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો

New Update
રાજયમાં મેઘરાજનો બીજો રાઉન્ડ,168થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર મેઘમહેર

168 તાલુકામાં વરસાદ વરસ્યો

ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે 168થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર ચાલી રહી છે. હજુ આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં ગતરાતથી વરસાદ વરસી રહ્યો છે. તેમજ કચ્છ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબકશે.અબડાસાના મોટીબેરમાં 8 થી 10 મકાનોના નળિયા તેમજ પતરા ઉડ્યા હતા. ગઈકાલે સાંજના ભાગમાં અચાનક મોસમમાં પલ્ટો આવતા મોસમ ભારે તોફાની બન્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ખાસ કરીને 33 તાલુકામાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે જામનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા.